Blog

આશીવાૅદો ઘણા મળે છે નિત નિત ! Grateful-Thankful-Blessed!

FILE_5339

1620 ની સાલ નો સપ્ટેમ્બર માસ. ‘Mayflower’ નામની એક નાની હોડી , જેમાં ૧૨૦ લોકો હતા, તેઇંગ્લેન્ડના Plymouth બદંરેથી નીકળીને અમેરિકાના Massachusetts રાજ્ય ના કિનારે આવીને લાંગરી. આ અજાIણી એવી ઇંગ્લેન્ડની નાની ટોળીને અમેરિકાના સ્થાનિક નાગરિકો – જે નેટિવ અમેરિકેન્સ કહેવાય છે – તેમના તરફથી પ્રેમપૂર્વક આવકાર મળ્યો અને ત્યાં રહેવાનો પરવાનો પણ! નેટિવ અમેરીકન્સે આ પ્રવાસીઓને બધોજ સહકાર અને મદદ પુરા પડયા. ઇંગ્લેન્ડ ના પ્રવાસીઓ આ જગ્યા પર જ રહ્યા અને અહીં તેઓએ ગામ વસાવ્યું, આ નવા વસાવેલા ગામને તેમના મૂળ ગામનું જ નામ આપ્યું — Plymouth!

1621 માં જયારે આ પ્રવાસીઓએ પહેલી ફસલ લણી, ત્યારે તેઓએ નેટિવ અમેરિકેન્સ નો આભાર માનવા તેઓને આંમત્રિંક કયાઁ અને આ પહેલી લણેલી ફસલની મિજબાની તેઓને સાથે કરી તેઓ પ્રત્યે આભાર અને કૃતધ્નતાં વ્યક્ત કરી . આ ઉજવણી 3 દિવસ સુધી ચાલી હતી. અને આ હતી પહેલા થેન્ક્સગિવિંગ ની ઉજવણી! ત્યારબાદ અમેરિકાની બધી કોલોનીસમાં આ ઉજવણી દર વર્ષે થતી હતી . સિવિલ-વોર પછી, ૧૮૬૩ માં તે સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને નવેમ્બર માસના છેલ્લા ગુરૃવારને થૅન્ક્સગિવિંગ તહેવાર તરીકેની રાસ્ટ્રીય રજા ઘોસિત કરી.

આ તો થઇ અમેરિકાની વાત! વિશ્વના ઘણા બધા દેશોમાં થૅન્ક્સગિવિંગ અલગ-અલગ દિવસોએ અને અલગ-અલગ ઐતિહાસિક અને સામાજિક કારણોસર ધામધૂમથી ઉજવાય છે. અને આમ, વિશ્વભરમાં થૅન્ક્સગિવિંગ આભાર પ્રગટ કરવાનો, કુટુંબ અને સ્નેહીજનો સાથે સમય ગાળવાનો, મિજબાની કરવાનો, અને અમેરિકા સહીત ઘણા દેશોમાં નાતાલની ખુશીને બમણી કરવાનો અવસર બની રહે છે.

આ થઇ થૅન્ક્સગિવિંગના ઇતિહાસ નો વાત! ખ્રિસ્ત ઈશુના વિશ્વાસુ બાળકો તરીકે, એક ડગલું આગળ વધીને, ચાલો થૅન્ક્સગિવિંગ – આભારસ્તુતિનો ખરો અર્થ થોડીક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટસ સાથે સમજીયે

Oxford American Dictionary પ્રમાણે, આભારસ્તુતિ ને લગતા આ શબ્દોની વ્યાખ્યા જાણીએ:
– Thankful: Pleased and relieved
– Gratitude: The quality of being thankful; readiness to show appreciation for and to return kindness
– Thanksgiving: The expression of gratitude, especially to God

કેટલી અજાયબ બાબત છે કે ભાષા પણ એ જ કહે છે કે કોઈ પણ આશીર્વાદ, આખરે તો ઈશ્વર તરફથી જ મડેલો છે. એટલા માટે જ કોઈનો આભાર માનવો, એટલે કોઈકના દ્વારા, ઈશ્વરે મોકલેલા દૂતો દ્વારા, ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદની આભારસ્તુતિ કરવી!

જયારે આભારસ્તુતિ ની વાત કરીએત્યારે ભજનસંગ્રહનું 351 (count your blessing ) નું ગીત સૌ પ્રથમ યાદ આવે. Johnson Oatman,Jr નામના કવિ, જે અમેરિકાના New Jersey રાજ્યના જન્મ્યા હતા તેમણે આ ગીત ઈ.સ.૧૮૯૭ માં લખ્યું હતું. જુદી જુદી આશરે ૧૬૦ભાષાઓમાં આ ગીત નો તરજુમો થયો છે અને વિશ્વભરના લગભગ ૨૬૬ ગીતો ના પુસ્તકો આ ગીતનો સમાવેશ થયો છે.

આ સુંદર, સરળ અને ખુબજ અર્થસભર ગીત ની અમુક કડીને આજના આંકડાઓની સાપેક્ષમાં જોઈએ અને ફરી એક વાર અનુભવ કરીએ કે ઈશ્વરે આપણને કેટલા અજાયબ આશિર્વાદોની ભેટો આપી છે!

વિશ્વની ૭૯૦ કરોડની જન સંખ્યામાં લોકો આ પ્રમાણે મુશ્કેલીઓ અને પીડા નો સામનો કરી રહ્યા છે:

– આશરે ૭૮.૫ કરોડ લોકો શારીરિક કે માનસિક, કોઈ પણ પ્રકારની અસમર્થતાથી પીડાઈ રહ્યા છે

– આશરે ૧૨.૫ કરોડ લોકો પાસે રહેવા માટે ઘર નથી

– વર્લ્ડ બેંકના આંખના પ્રમાણે વિશ્વના ૯.૨ ટકા લોકો ( આશરે ૬૮.૯ કરોડ) પુષ્કર ગરીબાઈમાં જીવન વિતાવે છે

– ૧૦%+ લોકો (આશરે ૮૨.૧ કરોડ) રોજના ખોરાકથી વંચિત છે

– ૧૦% લોકો (આશરે ૭૮.૫ કરોડ) પાસેપીવાલાયક પાણી નથી

આ વાંચ્યા પછી જ્યારે આ ગીત ગાઈએ છીએ ત્યારે ઈશ્વરે દરેક પડે એટલા બધા આશીર્વાદની બેટ આપણને આપી છે એનો ફરી એકવાર અહેસાસ થાય છે:

૧. આશીર્વાદો ઘણા મળે છે નિત નિત,માટે આભાર માનતાં ગાઓ હોંસથી ગીત;
શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી,સંભાળે છે તમને શાંતિમાં સ્થાપી.

ટેક: આશીર્વાદો મળ્યા તમોને, સંભારીને ગણો એક એકને;
પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી.

૨. તમ પર પ્રભુની છે દયા, કૃપા, પ્રીત, થાય છે પ્રગટ તે સૌ વાતોમાં ખચીત;
તે તમારી ગરજ પૂરી પાડે છે, ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે.

૩. કરે છે બાપ આગળ ઈસુ મધ્યસ્થી, તમને ખોટ કંઈ પડશે કદી નહિ તેથી;
મનમાં વસીને ચલાવવાને બધું દેવનો આત્મા આવ્યો, તેથી અધિક શું?

બાઈબલના પુસ્તકોમાં આભાર માનવા વિષે સાચી આભારસ્તુતિ વિષે ઘણું બધું લખવા માં આવ્યું છે. બાઇબલ આપણને શીખવાડે છે કે આપણે ઈશ્વર દ્વારા સાજા કરાવેલા દસમાંથી નવ નહીં, પણ પેલા એક કોઢિયા જેવા થઈએ. ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદ અને આનંદની આભા સ્તુતિ કરીએ. ઈશ્વર અને ઈશ્વરે મોકલેલા તેમના દૂતો દ્વારા આપણા પર કરેલા ઉપકારોને ભૂલી ના જઈએ.

ચાલો, બાઇબલમાંથી આભાર સ્તુતિ ને લગતી થોડી કલમો જોઈએ:

યહોવાહ નો આભાર માનો; કેમકે તે ઉત્તમ છે; તેની કૃપા સદાકાળ ટકે છે. (ગીતશાß ૧૦૭: ૧)

સદા આનંદ કરો; નિત્ય પ્રાર્થના કરો; દરેક સંજોગોમાં અભસ્તુતિ કરો, કેમકે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વર ની મરજી છે: (૧ થેKસાલોિનક4 ૫:૧૬–૧૮)

આશામાં આનંદ ક ; સંકટ માં ધિરાજો રાખો; પ્રાર્થનામાંના લાગુ રહો (રૃમીઓ ને પત્ર ૧૨: ૧૨:)

પ્રભુ મા સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસો ના જાણવામાં આવે પ્રભુ પાસે છે. કશાની ચિંતા ના કરો; પણ દરેક બાબતોમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકાર સ્તુતિ સહીત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુ માં તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશે. (ફિલિપિનો પત્ર e ૪: ૪-૭)

રે મારા આત્મા યહોવાહને સ્તુત્ય માન, મારા ખરાઅંતકરણ તેના પિવત્ર નામ ને સ્તુત્ય માન.
રે મારા આત્મા યહોવાહને સ્તુત્ય માન , તેના સર્વ ઉપકારો ભૂલી ના જા.
તે તારા સઘળા પાપ માફ કરે છે; અનેતારા સર્વ રોગ મટાડે છે.
તે તારોજીવ નાશથી બચાવેછે. અને તને કૃપા તથા રહેમ નો મુગટ પહેરાવે છે.
તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે. જેથી ગરુડને પેઠે તારી જુવાની તાજી કરાય છે.
(ગીતશાસ્ત્ર ૧૦૩ ૧-૫)

આ દરેક કલામ એક વાત સ્પષ્ટ રીતે રેજુ કરે છે; એ તો એ કે વિશ્વાસી વ્યક્તિ માટે – વિશ્વાસ સાથે પ્રાર્થના અને આભારસ્તુતિ સાથે આનંદ – એક સિક્કા ની બે બાજુઓ છે! એવી પ્રાર્થના કે જે આપણી અને ઈશ્વર સાથેની સીધી વાતચીત હોય. એવી પ્રાર્થના કે જેમાં નમ્રતા. ન્યાયપણું, માફી,સાદગી, સ્વચ્છતા, ઉદારતા, આભરીપણું અને સરળતા હોય. એવી પ્રાર્થના કે જે ઈશ્વરને સ્વીકાર્ય હોય.

જો આપણે આવી પ્રાર્થના કરી શકીએ તો જ આપણે ખાર હૃદયથી આનંદિત રહી શકીએ, સાચા અર્થમાં આભારસ્તુતિ કરી શકીએ અને થેંક્સગિવિંગ તહેવારની સાચી ખુશી પ્રાપ્ત કરી શકીએ!

About Post Author